ભરૂચ : મુસ્લિમ બિરાદરોએ ઘરોમાં અદા કરી નમાઝ, એકમેકને પાઠવી રમઝાન ઇદની શુભેચ્છા

Update: 2020-05-25 08:42 GMT

કોરોના વાયરસના કહેર વચ્ચે સોમવારના રોજ મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઇદની ઉજવણી કરી હતી. બિરાદરોએ સોશિયલ ડીસ્ટન્સીંગ જાળવી એકમેકને ઇદના પર્વની શુભેચ્છા પાઠવી હતી.

દેશમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ચોથા ચરણનું લોકડાઉન ચાલી રહયું છે. કોરોના વાયરસના કહેર વચ્ચે મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઇદની ઉજવણી કરી હતી. ભરૂચ શહેરની વાત કરવામાં આવે તો મસ્જિદોમાં જઇ ચાર અગ્રણીઓએ ઇદની વિશેષ નમાઝ અદા કરી હતી જયારે અન્ય નમાઝીઓએ તેમના ઘરોમાં રહીને નમાઝ પઢી હતી.

ભરૂચના ઇદગાહ મેદાન ખાતે થતી પરંપરાગત નમાઝ મોકુફ રાખવામાં આવી હતી. બિરાદરોએ સોશિયલ ડીસ્ટન્સીંગ જાળવી એકબીજાને રમઝાન ઇદની શુભેચ્છા પાઠવી હતી. દેશ તથા વિશ્વમાંથી કોરોના વાયરસ નાબુદ થાય તેવી અલ્લાહ તાલાને બંદગી કરાય હતી.

Similar News