ભરૂચ: હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે હાઇમાસ્ટ ફ્લેગ બાદ વધુ એક નજરાણું, જુઓ શું છે નવી ભેટ

Update: 2021-01-17 09:32 GMT

ભરૂચના હોસ્ટેલ ગ્રાન્ડ પર નિર્માણ પામેલ ઓપન જીમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તો સાથે જ શક્તિનાથ અને ક્લેક્ટર કચેરી સર્કલ પર મૂકવામાં આવેલ પૂતળાનું અનાવરણ કરવામાં આવ્યું હતું

ભરૂચમાં તાજેતરમાં માતરીયા તળાવ ખાતે ઓપન જીમની શરૂઆત કરવામાં આવ્યા બાદ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પણ ઓપન જીમનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું ગતરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા, જિલ્લા ભાજપના મહામંત્રી નીરલ પટેલ, નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના નરેશ ઠક્કર તેમજ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હોસ્ટેલ ગ્રાઉન્ડ પર અગાઉ હાઇમાસ્ટનું નજરાણું મળ્યા બાદ હવે ઓપન જીમ લોકોને ઉપયોગી નીવડશે

આ સાથે જ ભરૂચના શક્તિનાથ સર્કલ અને કલેક્ટર કચેરી નજીકના સર્કલ પર મૂકવામાં આવેલ બે પૂતળાનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. શહેરની શોભા વધારવા વિવિધ સર્કલ પર આ પ્રકારના સ્ટેચ્યું મૂકવામાં આવી રહ્યા છે

Tags:    

Similar News