ભરૂચ : શૈક્ષણિક સત્રની શરૂઆત પહેલા લોકોના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના, જય અંબે સ્કૂલમાં યોજાઇ કથા

Update: 2020-11-19 13:16 GMT

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં લાભ પાંચમના શુભ અવસરે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથા સહિત પૂજન-અર્ચનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

દિવાળી પર્વના અંતિમ દિવસ લાભ પાંચમના દિવસે ધંધાકીય કાર્યોની શુભ શરૂઆત સાથે પૂજન-અર્ચન કરવામાં આવે છે, ત્યારે કોરોના મહામારી વચ્ચે જીવનના અનેક મહત્વપૂર્ણ કાર્યો સ્થગિત થયા છે. તેની પણ શુભ શરૂઆત માટેની પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. આજ કડીમાં ભરૂચ શહેરની ખ્યાતનામ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો દ્વારા શાળા પરિસરમાં ભગવાન સત્યનારાયણની કથાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સત્યનારાયણ દેવની કથા સાથે નવા વર્ષના વધામણાં કરવામાં આવ્યા હતા, ત્યારે લાભ પાંચમ નિમિત્તે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથાના પઠન સાથે ભરૂચ શહેર સહિત રાજ્ય અને દેશ-દુનિયાના લોકોને સ્વાસ્થ્યનો લાભ થાય તે માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી.

કોવિડ મહામારીના પ્રકોપને લઈને દેશભરની શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. જેના કારણે શાળાઓ વિદ્યાર્થીઓ વિના સૂની પડી છે, ત્યારે હવે અનલોકના તબક્કામાં રાજ્ય સરકારે આગામી તા. 23 નવેમ્બરથી શાળાઓનું શૈક્ષણિક કાર્ય પુનઃ શરૂ કરવા મંજૂરી આપી છે. જેને લઈને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો દ્વારા ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરી નવા વર્ષના આગમનમાં બાળકો, વાલીઓ, શિક્ષકો સહિત રાજ્ય તેમજ દેશની પ્રજાને કોરોનાથી મુક્તિ મળે અને લોકોના સ્વાસ્થ્યમાં તંદુરસ્તી આવે તેવી પ્રાર્થના સાથે શાળા સંચાલકો તેમજ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News