ભરૂચ : જન્માષ્ટમી પહેલાં જિલ્લામાં વરસાદનું આગમન, ગરમીથી લોકોને રાહત

Update: 2020-08-11 11:05 GMT

ભરૂચમાં જન્માષ્ટમી પહેલાં મેઘરાજાની સવારી આવી પહોંચતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સાર્વત્રિક વરસાદના પગલે ખેડુતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.

સૌરાષ્ટ્ર બાદ હવે મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં મહેર વરસાવી રહયાં છે પણ ભરૂચ જિલ્લામાં હજી ચોમાસાની બરાબર જમાવટ થઇ નથી. મેઘરાજા હાથતાળી આપી રહયાં હોય તેમ છુટછવાયા વરસાદી ઝાપટા વરસી રહયાં છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મના પર્વ જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીઓ વચ્ચે મંગળવારના રોજ ભરૂચમાં મેહુલિયાનું આગમન થયું હતું.

ભરૂચ શહેર તથા જિલ્લામાં વરસાદી માહોલ જામતાં વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. ભરૂચ શહેરની વાત કરવામાં આવે તો વરસાદના કારણે માર્ગો પર પાણીનો ભરાવો થયો હતો. અંકલેશ્વર શહેરમાં પણ વરસાદની હાજરી નોંધાય હતી. ધીમી ધારે વરસી રહેલાં વરસાદના પગલે ખેડુતોના ચહેરા પર સ્મિત છલકાયું હતું.

Similar News