ભરૂચ : ઐતિહાસિક રતન તળાવના વિકાસની માંગ સાથે ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા કલેકટરને આપ્યું આવેદનપત્ર

Update: 2019-01-16 10:21 GMT

ભરૂચ શહેરના એક માત્ર ઐતિહાસિકધરોહર ગણાતા રતન તળાવ અને તેમાં રહેલા અલભ્ય કાચબાના મોતનું કારણ બનતી તેની ગંદકી દુર કરી તળાવનો વિકાસ કરવાની માંગ સાથે કોંગ્રેસના આગેવાનો દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

કોંગ્રેસ આગેવાનોએ પાઠવેલ આવેદનમાં ઉલ્લેખાયા અનુસાર ભરૂચના એતિહાસિક રતન તળાવમાં શીડ્યુલ ૧માં આવતા અલભ્ય કાચબા વસવાટ કરે છે. પરંતુ તળાવની જાળવણી ન કરાતા એક બાદ એક અલભ્ય કાચબાઓના મોત નીપજી રહ્યા છે. આ રતન તળાવના વિકાસ માટે તંત્ર દ્વારા રૂપિયા ૨૦ કરોડ ફાળવવાની વાતો પણ કરવામાં આવી હતી. આમ છતાં પણ કોઈજ કામગીરી ન થઇ હોવાના આક્ષેપ સાથે રતન તળાવના વિકાસની માંગ કરવામાં આવી હતી.

આવેદન પાઠવવા કલેકટરાલય ખાતે એકત્રીત થયેલ કોંગી અગ્રણીઓમાં વિકી શોખી,શશાદ અલી સૈયદ,હેમેંન્દ્ર કોઠીવાલા સહિત અનેક મહાનુભવોએ ઉપસ્થીત રહી રતન તળાવ્નો ભ્રષ્ટાચાર દુર કરી કાચબાઓના જીવ બચાવી તળાવનો વિકાસ કરવા સુત્રોચ્ચાર પણ કર્યા હતા.

Tags:    

Similar News