ભરૂચ : સાઉથ આફ્રિકામાં જોવા મળતું કાંકણસાર પક્ષી જંબુસર ગામે ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યું, જુઓ જીવદયા પ્રેમીએ શું કર્યું..!

Update: 2021-01-27 12:13 GMT

ભરૂચ જિલ્લા જંબુસર ગામે એક જાગૃત નાગરીકે કાંકણસાર પક્ષીનો જીવ બચાવી જીવદયા પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હાલ કાંકણસાર પક્ષીને વન વિભાગની કચેરી ખાતે રાખવામાં આવ્યું છે. જેને તંદુરસ્ત થયા બાદ નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે.

ભરૂચના જંબુસર ગામે જલાલપુરા પાણીની ટાંકી પાસે રહેતા ઈકબાલ પઠાણ નિત્યક્રમ મુજબ પોતાના ઘરેથી નીકળી ડેપો તરફ જતા હતા. તે દરમ્યાન એક લાંબી ચાંચવાળું પક્ષી પાણીની ટાંકી પાસે ઈજાગ્રસ્ત હાલતમાં જણાઈ આવ્યું હતું. ઈજાગ્રસ્ત પક્ષીને જોતાં આ અંગે તેઓએ જંબુસર આરએફઓને ટેલિફોનિક જાણ કરી હતી. વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી. વન વિભાગે સ્થળ પર જઈને જોતા ઇન્ડિયન બ્લેક આઈબીસ (કાંકણસાર) પક્ષી હતું. કાંકણસાર પક્ષી જ્યાં પાણી હોય કે, દરિયા કિનારે અને તળાવ કિનારે જોવા મળે છે. આ પક્ષી ભારત અને સાઉથ આફ્રિકામાં વધુ જોવા મળે છે. જેનો મુખ્ય ખોરાક પાક પર થતા જીવજંતુઓ છે. જોકે કોઈ કારણોસર આ પક્ષીને ઇજા પહોચતા જંબુસર આરએફઓ કચેરી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું. જોકે કાંકણસાર પક્ષી તંદુરસ્ત થયા બાદ તેને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરાશે તેવું વન સંરક્ષકે જણાવ્યુ હતું.

Tags:    

Similar News