ભરૂચ : શુકલતીર્થ ખાતે નર્મદા નદીમાં ભૂમાફિયા દ્વારા ઉભા કરાયા માટીના ત્રણ પાળા

Update: 2019-05-09 09:47 GMT

  • ગેરકાયદેસર ઉભા કરાયેલ નદીમા પાળા અંગે તંત્ર નિંદ્વાધિન
  • નદી સુકીભટ બનતા ભૂમાફિયાઓનું ગેરકાયદે ધમધમતું રેતી ખનન
  • ભરૂચ ખાણ ખનીજ વિભાગ ઘોર નિંદ્વામાં

રાજ્ય સરકારની હોતી હૈ ચલતી હૈની નીતીનો ભોગ બનેલ પાવન સલીલા મા નર્મદા અને તેના તટને બોરી બામણીનું ખેતર સમજી બેઠા હોય તેમ ભૂમાફિયા સહિતના લોકોએ નદીમાં ગેરકાયદેસર પાળા બનાવી નર્મદાના વહેણને રોકવાના તેમજ તેના બે ભાગ કરવાના કૃત્યો હાથ ધર્યાની વિગતો બહાર આવી રહી છે.

તાજેતરમાંજ નર્મદા નદીના વહેણને રોકી પોતાની સહુલીયત માટે સુરતના વેપારી સવજી ધોળકીયા દ્વારા નદીમાં જ તેના રિસોર્ટ સુધી પહોંચવા ગેરકાયદેસર રીતે રસ્તો બનાવાયો હતો.જેમાં મિડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતા આખરે ના છૂટકે તંત્ર હરકતમાં આવ્યું હતું. પણ મોડે મોડે જાગેલા તંત્રએ આ કેસમાં પણ આર.ટી.ઝેડ ના ભંગ વિરૂદ્ધ કોઇ કાર્યવાહી ના કરી ભીનું સંકેલ્યું હોવાનું બહાર આવ્યું હતું.

તો આ પ્રકરણ જનમાનસ ઉપર હજુ તાજુ છે ત્યાં તો ભરૂચના શુકલતીર્થ ખાતે નદીમાં ત્રણ જેટલા ગેરકાયદેસરના પાળા બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે.એટલું જ નહીં પણ બે રોકટોક પણે ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી ખનનનું ધમધમતું કૌભાંડ પણ બહાર આવ્યું છે અને આ પ્રકરણમાં પણ ખાણખનીજ વિભાગ ઉંધતું ઝડપાયું છે.શું ખરેખર મા નર્મદા બે કાંઠે વહેતી કરાશે?શું રેતી ખનન અને પાળા કે રસ્તા બનાવી મા નર્મદાની છાતી ચિરનાર તત્વો પર અંકુશ લાવી તેમની સામે કાયદાકિય કોયડો વિઝાંશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે.

Similar News