ભરૂચ : દહેજની GFL કંપની દ્વારા સિવિલ હોસ્પિટલને વેન્ટિલેટર પ્રદાન કરાયું, કોવિડ-19નું સંક્રમણ રોકવાના પ્રયાસો

Update: 2020-09-01 10:47 GMT

કોરોના વાયરસના વધતાં જતાં સંક્રમણને રોકવા માટે ભરૂચ જિલ્લાના દહેજની ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ કંપની સતત પ્રયત્નશીલ રહી છે, ત્યારે CSR પ્રવૃત્તિના ભાગરૂપે GFL દ્વારા ડો. સુનિલ ભટ્ટના માર્ગદર્શન હેઠળ ભરૂચની સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર પ્રદાન કરવામાં આવ્યું હતું.

હાલ રાજ્યભરમાં કોરોના વાયરસનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. જેને પહોચી વળવા સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ (GFL) દ્વારા CSR પ્રવૃત્તિના ભાગરૂપે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર પ્રદાન કરવામાં આવ્યું છે.

ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ કંપનીના ડો. સુનિલ ભટ્ટના માર્ગદર્શન હેઠળ કંપનીના HR એડમીન અને ડેપ્યુટી મેનેજર ધવલસિંહ સોલંકીની હાજરીમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર પ્રદાન કરવામાં આવ્યું છે. તદુપરાંત કંપની દ્વારા કોવિડ-19નું સંક્રમણ રોકવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેમાં સોશ્યિલ ડિસ્ટન્સીન્ગનું પાલન, આજુબાજુ ના ગામોમાં માસ્ક તથા સેનેટાઈઝરનું વિતરણ સહિત PPE કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.

દહેજની ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ કંપનીના યુનિટ હેડ સનથ કુમારે જણાવ્યુ હતું કે, કોવિડ-19 અંતર્ગત પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત GFL કંપની કર્મચારીઓ તથા કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતાં કર્મચારીઓના સ્વાસ્થ્ય માટે પણ સંપૂર્ણપણે કટિબદ્ધ છે, ત્યારે GFL કંપની દ્વારા કરવામાં આવેલા લોક સેવાકાર્ય બદલ લોકલ એડમિનિસ્ટ્રેશન તથા ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનનો આભાર માનવામાં આવ્યો છે.

Tags:    

Similar News