ભરૂચ : નુતનવર્ષા અભિનંદન સાથે વિક્રમ સવંત 2077ના વધામણા લેવાયાં

Update: 2020-11-16 08:55 GMT

ભરૂચ શહેર તથા જિલ્લામાં દિપાવલીના મહાપર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. સોમવારના રોજ નુતનવર્ષ અને ભાઇબીજનો સુભગ સંયોગ જોવા મળ્યો હતો. સોમવારે સવારથી લોકો દેવ દર્શન માટે ઉમટી પડયાં હતાં. 

કોરોનાને લીધે રામનવમી, જન્માષ્ટમી, નવરાત્રિની ઉજવણી પર આ વખતે લોકડાઉનને લીધે નિયંત્રણો હતા. પણ તબક્કાવાર અનલોકને લીધે ઘણા નિયંત્રણો દૂર થતાં દિવાળીની ઉજવણીનો ઉત્સાહ લોકોમાં એકસાથે બહાર આવ્યો છે. તારીખ 15 નવેમ્બરએ ખાલી દિવસ એટલેકે, ધોકો હતો. આજે સોમવારે  સવારથી લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છા આપવા માટે નીકળ્યાં હતાં. .આજે સૂર્યોદય વખતે એકમ થતી હોઇ બેસતું વર્ષ છે. અને સવારે 7 વાગીને 7 મિનીટ બાદ બીજનો ભાગ શરૂ થઇ જાય છે. આથી બેસતું વર્ષ અને ભાઇબીજ બંનેની ઉજવણી આજે થઇ શકશે. ભરૂચ શહેરમાં આવેલાં મંદિરોમાં દર્શન કરી લોકોએ નવા વર્ષનો પ્રારંભ કર્યો હતો. રવિવારથી ભરૂચ શહેર તથા જિલ્લામાં આવેલાં બજારો બંધ થઇ ગયાં છે હવે લાભપાંચમના દિવસથી વેપારીઓ નવા વર્ષની શરૂઆત કરશે.

Tags:    

Similar News