ભરૂચ : નેત્રંગમાં વરસાદ વરસતા મહિલાઓ આવી ગેલેરીમાં, જુઓ કેમ ?

Update: 2020-07-05 07:09 GMT

ભરૂચ જિલ્લાના નેત્રંગમાં વરસાદનું આગમન થતાં ભકિસભર દ્રશ્યો જોવા મળ્યાં હતાં. વરસાદ વરસતાની સાથે મહિલાઓ તેમના મકાનની ગેલેરીમાં આવી હતી અને જળ દેવતાની પુજા અર્ચના કરી હતી.

ભરૂચ શહેર તથા જિલ્લામાં રવિવારના રોજ સવારથી મેઘરાજાની સવારી  આવી પહોંચી છે. લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થતાં લોકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. ડુંગરાળ વિસ્તાર ધરાવતાં નેત્રંગમાં ખેડૂતો સિંચાઇ માટે માત્ર વરસાદના પાણી ઉપર નિર્ભર છે તેવામાં વરસાદ તેમના માટે ઘણું મહત્વ ધરાવે છે. નેત્રંગમાં સવારથી વરસાદ વરસવાનું ચાલુ થતાં સર્વત્ર ખુશહાલી જોવા મળી હતી. કેટલીક મહિલાઓએ પોતાના મકાનોનો ગેલેરીમાં આવી આકાશમાંથી વરસી રહેલાં જળની પુજા કરી હતી. તેમણે આ વર્ષે ચોમાસું સારૂ રહે અને ખેતરોમાં મબલખ પાક થાય તેવી મેઘરાજાને પ્રાર્થના પણ કરી હતી. નેત્રંગ તાલુકા મથક તથા આસપાસના ગામોમાં વરસાદના કારણે વાતાવરણ આહલાદક બની ગયું છે. 

Tags:    

Similar News