અંકલેશ્વર: ત્રણ રસ્તા સર્કલ નજીકથી ચોરીની બાઇક સાથે 1 આરોપીની ધરપકડ

શહેર પોલીસે બાઇક કબ્જે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Update: 2022-08-29 08:11 GMT

અંકલેશ્વર શહેર પોલીસની ટીમ રાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ત્રણ રસ્તા નજીક નજીકથી નંબર પ્લેટ વગરના કાળા કલરના સ્પ્લેન્ડર બાઈક સાથે શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલા અફસર અલી સૈયદને અટકાવી બાઈકના આધાર પુરાવા, રજીસ્ટ્રેશન કાગળો માંગતા તે ન હોવાથી મોબાઈલ પોકેટ કોપમાં સર્ચ કરતા બાઇક ચોરાયું હોવાનું સામે આવતા શહેર પોલીસે બાઇક કબ્જે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે 

Tags:    

Similar News