અંકલેશ્વર : ગડખોલ ગામ નજીક ગેરકાયદેસર રીતે ગેસ રીફિલિંગ કરતા એક ઇસમની ધરપકડ...

એક દુકાનમાં ગેરકાયદેસર રીતે ઇસમ મોટા સિલિન્ડમાંથી નાના બોટલોમાં ગેસ રીફિલિંગ કરતો હોવાની અંકલેશ્વર શહેર પોલીસને બાતમી મળી હતી..

Update: 2022-08-14 10:39 GMT

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર શહેર પોલીસે ગડખોલ ગામની જલારામ સોસાયટીની દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસના સિલિન્ડમાં રીફિલિંગ કરતા એક ઇસમને ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના ગડખોલ ગામે વિજયનગર સ્થિત જલારામ સોસાયટીમાં આવેલ એક દુકાનમાં ગેરકાયદેસર રીતે ઇસમ મોટા સિલિન્ડમાંથી નાના બોટલોમાં ગેસ રીફિલિંગ કરતો હોવાની અંકલેશ્વર શહેર પોલીસને બાતમી મળી હતી..

ત્યારે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા, જ્યાં પોલીસે સ્થળ પરથી ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડ રીફિલિંગ કરતા એક ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી 5 ગેસના સિલિન્ડર અને રિફીલિંગ પાઇપ, વજન કાંટો મળી કુલ રૂ. 13 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Tags:    

Similar News