અંકલેશ્વર : પાનોલી GIDCમાંથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલું ટેન્કર ઝડપાયું, GPCBએ તપાસ આદરી..

નોટિફાઇડ ઓથોરિટીના સિક્યુરિટીની ગાડી પસાર થતી હોય જેથી તેઓએ આ ટેન્કરને પાણી ખાલી કરતી વેળા ઝડપી પાડ્યું હતું.

Update: 2022-05-07 14:23 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક પાનોલી જીઆઈડીસીમાંથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલા ટેન્કરને વેસ્ટ ઠાલવતા ટેન્કરને નોટિફાઇડ સિક્યુરિટીએ ઝડપી પાડ્યું હતું. જેમાં ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો. જોકે, જીપીસીબીએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, પાનોલી જીઆઇડીસી સ્થિત ઔદ્યોગિક વસાહતમાં નાના બોરસરા જવાના માર્ગ ઉપર ટેન્કર નંબર GJ-06-XX-5845 પ્રદૂષિત પાણી ખાલી કરતું હતું. તે દરમિયાન પાનોલી જીઆઇડીસી નોટિફાઇડ ઓથોરિટીના સિક્યુરિટીની ગાડી પસાર થતી હોય જેથી તેઓએ આ ટેન્કરને પાણી ખાલી કરતી વેળા ઝડપી પાડ્યું હતું. નોટિફાઇડ સિક્યુરિટીએ ટેન્કર કબજે લઇ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આ અંગે જાણ કરતા આગળની કાર્યવાહી કરવા તાલુકા પોલીસ મથકને હવાલે કરવામાં આવ્યું હતું.

Tags:    

Similar News