અંકલેશ્વર : પ્રાથમિક સુવિધાના અભાવે જન જાગૃતિ આંદોલન સમિતિ દ્વારા GIDC કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું...

અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં 130 સોસાયટીઓમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ હોવાના આક્ષેપ

Update: 2022-05-20 11:14 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી ખાતે જન જાગૃતિ આંદોલન સમિતિ દ્વારા પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવા મુદ્દે જીઆઈડીસી કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં 130 સોસાયટીઓમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ હોવાના આક્ષેપ સાથે જન જાગૃતિ આંદોલન સમિતિના પ્રમુખ અતુલ માકડીયા સહિતના સભ્યોએ જીઆઈડીસી કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં સાત-આઠ વર્ષ પહેલા મકાન ખરીદો તો નોટીફાઈડનો ટેક્સ મિલ્કત ધારકના નામે આવી જતો હતો.


પરંતુ સાત-આઠ વર્ષથી જીઆઈડીસી કચેરી દ્વારા મિલ્કત ધારકનું નામ ટ્રાન્સફર થાય પછી જ ટેક્સ રસીદ બનતી હોવાના આક્ષેપ કર્યા છે. આ રીતે કરવાનો જીઆઈડીસીનો મનસૂબો ફ્લેટ અને મકાન દીઠ વેરો મળે અને ટેક્સ મેળવવા દરેક મકાન અને પ્લેટની ગણતરી કરવામાં આવતી હોવાના આક્ષેપ કરાયા છે. પાણીની સુવિધા આપવાની આવે તો પ્લોટની ગણતરી કરાય છે, ત્યારે જીઆઈડીસીના અધિકારીઓના ઉલ્ટા ચશ્મા સીધા કરવા સાથે સુવિધાઓ નહીં તો ટેક્સ પણ નહીં આપવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે, ત્યારે તંત્ર દ્વારા લોકોની સુખાકારી માટે યોગ્ય પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

Tags:    

Similar News