અંકલેશ્વર: બેન્ક ઓફ બરોડા દ્વારા 115માં સ્થાપના દિવસની ઉજવણી,જનજાગૃતિ રેલીનું કરાયું આયોજન

૨૦ જુલાઈ ૧૯૦૮ દ્વારા બેંક ઓફ બરોડાની સ્થાપના કરવામાં આવી હતી આજે પાંચ મહાદીપ અને ૧૭ દેશોમાં ૧૫ હજાર ગ્રાહકોને સેવા આપવામાં આવે છે

Update: 2022-07-20 07:15 GMT

અંકલેશ્વર ખાતે બેન્ક ઓફ બરોડા દ્વારા 115માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે જન જાગૃતિ માટે બાઈક રેલીનું આયોજન કરાયું

૨૦ જુલાઈ ૧૯૦૮ દ્વારા બેંક ઓફ બરોડાની સ્થાપના કરવામાં આવી હતી આજે પાંચ મહાદીપ અને ૧૭ દેશોમાં ૧૫ હજાર ગ્રાહકોને સેવા આપવામાં આવે છે આજરોજ બેન્કના ૧૧૫મા સ્થાપના દિન નિમિત્તે અદ્યતન ટેકનોલોજી સાથે અંકલેશ્વર ખાતે બેન્ક ઓફ બરોડા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે બેંક ખાતે સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ક્ષેત્રિય પ્રમુખ સચિન વર્મા ઝંડી બતાવી બાઈક રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જે રેલી બ્રાંચ ખાતેથી નીકળી વિવિધ વિસ્તારોમાં ફરી હતી આ રેલીમાં સરકારી યોજના,સુન્ક્યા સમૃદ્ધિ,અટલ પેન્શન યોજના અંગેના બેનરો થકી જન જાગૃતિ ફેલાવવામાં આવી હતી સાથે સી.એસ.આર એક્ટીવીટી ફ્રંડમાંથી રેલ્વે સ્ટેશન પર ડસ્ટબિન અને વિલ્ચેર,સિવિલ હોસ્પિટલ ખાતે વૃધ્ધોને અનાજ અને કપડા તેમજ સરકારી સ્કુલોમાં નોટબુકની મદદ કરવામાં આવી હતી આ રેલીમાં ઉપ ક્ષેત્રિય પ્રમુખ ડી.કે.ચૌધરી,ઓમપ્રકાસ અને ભરૂચ-અંકલેશ્વર બેંક ઓફ બરોડાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ જોડાયા હતા.

Tags:    

Similar News