અંકલેશ્વર: કાપોદ્રા નજીક રખડતા ઢોરની અડફેટે બાઇક સવાર યુવાનને ગંભીર ઇજા

રખડતા ઢોરોને તંત્ર દ્વારા પકડી તેના માલિકો સામે પગલાં ભરી આ ઢોરોને યોગ્ય સ્થળે ખસેડવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Update: 2022-09-07 11:45 GMT

અંકલેશ્વર, વાલિયા નોટિફાઈડ રોડ પર આજે સવારના સમયે એક વેપારી યુવક પસાર થઇ રહ્યો હતો તે જ દરમિયાન રસ્તા વચ્ચે રહેલ રખડતા ઢોરે યુવકના માથાના ભાગે શિંગડું મારી ગંભીર તેને ગંભીર ઇજાઓ પહોંચાડતા યુવકને બેભાન અવસ્થામાં તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો .અંકલેશ્વર નગરપાલિકા દ્વારા થોડા સમય પૂર્વે જ રખડતા ઢોર પકડવાના અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.

ત્યારે આ ઘટના ક્રમ બાદ અંકલેશ્વર,વાલિયા રોડ ઉપર પણ આ રીતે રખડતા ઢોરોને તંત્ર દ્વારા પકડી તેના માલિકો સામે પગલાં ભરી આ ઢોરોને યોગ્ય સ્થળે ખસેડવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. સ્થાનિકોનું માનવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી અનેક ઢોર આ જ સ્થિતિમાં રસ્તા વચ્ચે જ ક્યાંક બેસી જતા હોય છે અથવા ઉભા રહી જતા હોય છે જેને પગલે અકસ્માત જેવી ઘટનાઓનું સર્જન થતું હોય છે અને રાહદારીઓને પણ રસ્તેથી પસાર થવામાં મુશ્કેલીઓ આવતી હોય છે તેવામાં તંત્ર વહેલી તકે આવા ઢોરને પકડી યોગ્ય સ્થાને મૂકી આવે તેવી માંગ કરી રહ્યા છે.

Tags:    

Similar News