અંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલમાં સૌપ્રથમવાર ખુબજ જટિલ એવા થાપાના ઓપરેશન કરી વયોવૃદ્ધ દર્દીઓને ચાલતા કરવામાં આવ્યા

સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અંકલેશ્વર ખાતે ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉ. મૌલિક ઝવેરી દ્વારા સમગ્ર ભારત અને ગુજરાતમાં સૌપ્રથમવાર ખુબજ જટિલ એવા થાપાના ઓપરેશન કરી વયોવૃદ્ધ દર્દીઓને ચાલતા કરવામાં આવ્યા.

Update: 2023-05-16 10:14 GMT

સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અંકલેશ્વર ખાતે ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉ. મૌલિક ઝવેરી દ્વારા સમગ્ર ભારત અને ગુજરાતમાં સૌપ્રથમવાર ખુબજ જટિલ એવા થાપાના ઓપરેશન કરી વયોવૃદ્ધ દર્દીઓને ચાલતા કરવામાં આવ્યા.

ભરૂચ જિલ્લા અને અંકલેશ્વરના રહીશો માટે આશીર્વાદરૂપ સાબિત થયેલ સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ફુલટાઇમ ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉ. મૌલિક ઝવેરી દ્વારા ૬૫ વર્ષથી વધુ ઉંમરના એવા ૩ દર્દીઓની ઘરમાં અને વાહન પરથી પડી જવાથી થાપામાં થયેલ ઇજાઓની ખુબજ જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી.આ તમામ સર્જરી ભારતમાં અને ગુજરાતમાં સૌપ્રથમવાર ડૉ. ઝવેરી દ્વારા સરદાર પટેલ હોસ્પિટલમાં કરવામાં આવી છે. આ બધીજ સર્જરી TFNA પદ્ધતિ દ્વારા કરાઈ હતી, જેમાં થાપાના ફ્રેક્ચરને નવીનતમ ઈમ્પ્લાન્ટ થકી અદ્યતન ટેક્નોલોજી દ્વારા જોડવામાં આવ્યા હતા.આ પ્રસંગે સરદાર પટેલ હોસ્પિટલના ટ્રસ્ટી જયેશ પટેલ અને ફૈઝલ પટેલ વર્ચ્યુયલી જોડાયા હતા

Tags:    

Similar News