અંકલેશ્વર: ગિફ્ટની દુકાનમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગના કૌભાંડનો પર્દાફાશ, આરોપીની ધરપકડ

અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે પીરામણ નાક વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ કરી આરોપીની ધરપકડ કરી છે.

Update: 2024-04-14 05:43 GMT

અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે પીરામણ નાક વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ કરી આરોપીની ધરપકડ કરી છે.

અંકલેશ્વરમાં અવારનવાર ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ બહાર આવે છે ત્યારે વધુ એક વખત પોલીસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું છે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વરના પીરામણ નાકા પાસે આવેલ બુરહાની ગિફ્ટની દુકાનમાં ગેસની મોટી બોટલમાંથી નાની બોટલમાં ગેરકાયદેસર રીતે ગેસ ટ્રાન્સફર કરવામાં આવે છે જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડામાં દુકાનમાંથી 18 નંગ ગેસના સિલિન્ડર મળી આવ્યા હતા. આ સાથે જ ગેસ રિફિલિંગ કરવાના સાધનો પણ પોલીસે કબજે કર્યા હતા. પોલીસે અંકલેશ્વરના વ્હોરવાડ વિસ્તારમાં રહેતા મુસ્તુફા શબ્બીર અંકલેશ્વરીયાની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Tags:    

Similar News