અંકલેશ્વર : ડોર-ટુ-ડોર કલેક્શનના નવા કોન્ટ્રાક્ટનો પ્રારંભ, વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયા

અંકલેશ્વર શહેર નગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર કલેક્શનના નવા કોન્ટ્રાક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Update: 2022-02-09 11:12 GMT

અંકલેશ્વર શહેર નગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર કલેક્શનના નવા કોન્ટ્રાક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સાથે જ પાલિકા પ્રમુખના હસ્તે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા.

અંકલેશ્વર નગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા તમામ 9 વોર્ડમાં જનતાની સુખાકારી અર્થે રસ્તા, લાઈટ અને પાણી સહિતની માળખાકીય સુવિધાઓ પુરી પાડવા માટે નગરપાલિકા દ્વારા ઘણા સમયથી ખાતમુહૂર્ત અને લોકાર્પણમાં કાર્ય શહેરભરમાં કરવામાં આવી રહ્યા છે, ત્યારે આજરોજ રૂપિયા 1.37 કરોડના ખર્ચે વિકાસ પામનાર વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. શહેરના દરેક વોર્ડમાં કચરો ઘરે ઘરેથી ઘન કચરો અને ભીનો ઉઘરાવવા માટે ડોર-ટુ-ડોર સેવાના નવા કોન્ટ્રાક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શહેરના વિકાસ કાર્યોમાં સહકાર આપી સ્વચ્છ અને વિકાશીલ બનાવવા જનતા નગરપાલિકાને સહભાગી બને તેવી અંકલેશ્વર પાલિકા પ્રમુખ વિનય વસાવાએ લોકોને અપીલ કરી હતી. આ પ્રસંગે નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ, ઉપપ્રમુખ કલ્પના મેરાઈ, વિવિધ વોર્ડમાંથી ચૂંટાયેલા સભ્યો સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News