અંકલેશ્વર : આંબેડકર જયંતી નિમિત્તે વિશ્વ હિંદુ પરિષદ-બજરંગ દળ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો...

આજરોજ બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે અંકલેશ્વર શહેરમાં વિવિધ સ્થળો પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2024-04-14 10:02 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં ડો. ભીમરાવ આંબેડકરની જન્મજયંતી નિમિતે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિરનું અયોજન કરવામાં આવ્યું હતું.

આજરોજ બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે અંકલેશ્વર શહેરમાં વિવિધ સ્થળો પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ અને નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિરનું અયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક આરોગ્ય તપાસ સહિત દવાઓ આપવામાં આવી હતી. આ કેમ્પમાં વધુમાં વધુ લોકો લાભ લે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા ઘર દીઠ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ધનંજય પટેલ, રેમો મિસ્ત્રી, હરી પટેલ સહિત બજરંગ દળના આગેવાનો-કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News