અંકલેશ્વર: ઉંચુ વ્યાજ વસુલતા વ્યાજખોર સામે પોલીસે ગુનો દાખલ કર્યો, વ્યાજખોરોમાં ફફડાટ

ભરૂચી નાકા વિસ્તારમાં આવેલ પારસીવાડ ઉપલી ખડકીના યુવાનને ભરૂચના વ્યાજખોરે મુદ્દલ રકમ કરતા વધુ વ્યાજ વસુલી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.

Update: 2023-01-19 11:09 GMT

અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તારમાં આવેલ પારસીવાડ ઉપલી ખડકીના યુવાનને ભરૂચના વ્યાજખોરે મુદ્દલ રકમ કરતા વધુ વ્યાજ વસુલી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.

અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા વિસ્તારમાં આવેલ પારસીવાડ ઉપલી ખડકીમાં રહેતો જીગ્નેશ જગદીશ રાણા ઓનલાઈન કુરિયર ડિલીવરી મેન તરીકે નોકરી કરે છે જેઓ ગત તારીખ-૧-૨-૨૦ના રોજ રોકડા ૧.૬૦ લાખ રૂપિયા ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ હિલવ્યું એપાર્ટમેન્ટમાં રહેતો અજય મહેન્દ્ર શાહ પાસેથી ૧૦ ટકાના વ્યાજે લીધા હતા જે રકમ જીગ્નેશ રાણાએ વ્યાજ અને મુદ્દલ મળી કુલ ૨ લાખ રૂપિયા નવેમ્બર-૨૦૨૦ દરમિયાન ચૂકવી દીધી હતી જે બાદ પણ વ્યાજખોરે યુવાન પાસે બળજબરીપૂર્વક ધમક ધમકી આપી અને ફોન તેમજ રૂબરૂમાં ઘરે આવી બીભત્સ અપશબ્દો ઉચ્ચારી યુવાન પાસે લીધેલ કોરા ચેક બાઉન્સ કરાવી ખોટા કેસમાં ફસાવી દેવાનું દબાણ કરી કુલ ૫.૭૭ લાખથી વધુ રકમ પડાવી લાયસન્સ વિના ઉચું વ્યાજ વસુલ કરી બળજબરી કરતા વ્યાજખોર સામે શહેર એ ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધાવવા પામ્યો છે.

Tags:    

Similar News