અંકલેશ્વર : શંકાસ્પદ મિથેનોલના જથ્થા ભરેલ ટેન્કર સહિત ચાલકની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ...

જીઆઈડીસીમાં આવેલ એશિયન પેઈન્ટ ચોકડી નજીક ટેન્કર નંબર-એમએચ-૪૬-બીએમ-૩૫૯૮માં શંકાસ્પદ લીકવીડ કેમિકલ ભરેલ જથ્થો લઇ ચાલક ઉભો છે

Update: 2022-12-15 12:29 GMT

ભરૂચ એલસીબીએ ગેરકાયદેસર રીતે અંકલેશ્વર જીઆઈડીસીની કોઈક કંપનીમાં ખાલી થાય તે પહેલા જ શંકાસ્પદ મિથેનોલનો જથ્થો ભરેલ ટેન્કર મળી કુલ રૂ. ૧૪.૩૯ લાખથી વધુના મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો.

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એશિયન પેઈન્ટ ચોકડી નજીક ટેન્કર નંબર-એમએચ-૪૬-બીએમ-૩૫૯૮માં શંકાસ્પદ લીકવીડ કેમિકલ ભરેલ જથ્થો લઇ ચાલક ઉભો છે. જે કોઈક કંપનીમાં ગેરકાયદેસર રીતે જથ્થો ખાલી કરવાની ફિરાક છે, જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળી જગ્યા ઉપર ઉભેલ ટેન્કરમાં તપાસ કરતા તેમાંથી પાણી કલરનું કેમિકલ મળી આવ્યું હતું. પોલીસે ટેન્કર ચાલક પાસે આધાર પુરાવો માંગતા તેણે આનાકાની કરતા પોલીસે તેની વધુ પુછપરછ કરતા તેણે ટેન્કરમાં મિથેનોલ ભરેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે ૨૪ હજાર લીટર કેમિકલ અને ૧૦ લાખનું ટેન્કર મળી કુલ ૧૪.૩૯ લાખથી વધુનો જથ્થો શંકાસ્પદ હાલતમાં કબજે કર્યો હતો, અને મુંબઈના કલમબોલી વાય.એલ. ટ્રાન્સપોર્ટ ખાતે રહેતો ટેન્કર ચાલકને ઝડપી અંકલેશ્વર જીઆઈસીડી પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News