અંકલેશ્વર:બિસ્માર માર્ગોના પ્રશ્ને યૂથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અધિકારી ન મળતા આક્રોશ ઠાલવ્યો

તમામ માર્ગો બિસ્માર બનતા પેચવર્ક કરવાની માંગ સાથે રજૂઆત કરવા પહોંચેલ અંકલેશ્વર યૂથ કોંગ્રેસના આગેવાનોને માર્ગ અને મકાન વિભાગની કચેરીએ કડવો અનુભવ થયો હતો

Update: 2023-09-25 08:09 GMT

અંકલેશ્વર શહેરને જોડતા તમામ માર્ગો બિસ્માર બનતા પેચવર્ક કરવાની માંગ સાથે રજૂઆત કરવા પહોંચેલ અંકલેશ્વર યૂથ કોંગ્રેસના આગેવાનોને માર્ગ અને મકાન વિભાગની કચેરીએ કડવો અનુભવ થયો હતો

અંકલેશ્વર યૂથ કોંગ્રેસના ઉપ પ્રમુખ સ્પંદન પટેલ,પ્રતિક કાયસ્થ અને મહામંત્રી વસીમ ફડવાલા,સોયબ ઝઘડીયાવાલા,ચિરાગ વસાવા સહિતના આગેવાનો ખાડા પૂરવોના સૂત્રોચ્ચાર સાથે માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં કોઈપણ અધિકારી હાજર નહીં હોવા સાથે કચેરીમાં લાઇટો અને પંખા ચાલુ હોવાથી રોષ ઠાલવ્યો હતો અને તમામ કોંગ્રેસી કાર્યકરોએ કચેરીના ઓટલા ઉપર બેસી અધિકારીની રાહ જોઈ હતી જે બાદ એક આવેદન પત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વરના ઑ.એન.જી.સી ગેટથી એશિયાડ નગર,શહેરથી જી.આઈ.ડી.સીને જોડતા જિનવાલા સ્કૂલથી વાલિયા ચોકડી તેમજ અંસાર માર્કેટ રોડ,ગડખોડ ટી બ્રિજથી લઈ ચૌટાનાકા સુધીનો માર્ગ સહિત અન્ય બીજા મોટાભાગના માર્ગની હાલત કથળી છે.જેને પગલે વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે.ઉપરાંત જિનવાલા સ્કૂલથી જી.આઈ.ડી.સી. તરફ જતા માર્ગ પર સૌથી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાથી હજારો નાગરિકો આ માર્ગનો મોટાપાયે ઉપયોગ કરતાં હોવાથી તેઓની દયનીય સ્થિતિમાં મુકાયા છે ત્યારે વહેલી તકે આ અતિ બિસ્માર માર્ગોનું પેચવર્ક નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Tags:    

Similar News