ભરૂચ: વાગરામાં 6 ઇંચ વરસાદથી ઠેર ઠેર જળ બંબાકારની પરિસ્થિતિ, ભરૂચ શહેરમાં પણ પાણી ભરાયા

વાગરા તાલુકામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે જન જીવનને વ્યાપક અસર પહોંચી

Update: 2023-07-23 07:33 GMT

ભરૂચ શહેર અને જીલ્લામાં ઠેર ઠેર ભારે વરસાદ વરસતા જળ બંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેના કારણે જનજીવન પર વ્યાપક અસર પહોંચી હતી ભરૂચ શહેર અને જીલ્લામાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ જોવા મળી રહયો છે જેના ક્જારને વિવિધ તાલુકામાં જળ બંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વાગરા તાલુકામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે જન જીવનને વ્યાપક અસર પહોંચી હતી.ભરૂચ જીલ્લામાં વરસેલ વરસાદના આંકડાની વાત કરીએ તો આમોદમાં 1 ઇંચ,અંકલેશ્વર 1.25 ઇં,જંબુસર 1 ઇંચ,ઝઘડિયા 10 મી.મી.,નેત્રંગ 1 ઇંચ ,ભરૂચ 1 ઇંચ,વાગરા 6 ઇંચ,વાલિયા 2 ઇંચ અને હાંસોટમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો..

આ તરફ ભરૂચ શહેરમાં રવિવારની સવારથી જ ભારે વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ભરૂચના ફુરજા ચાર રસ્તા,ફુરજા બંદર,કસક,સેવાશ્રમ રોડ અને પાંચબત્તી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.જૂના ભરૂચ વિસ્તારમાં આવેલ પુષ્પા બાગની દીવાલ ભારે વરસાદના કારણે ધરાશયી થઈ હતી જો કે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

Tags:    

Similar News