ભરૂચ : આમોદના દેણવા ગામેથી 12 ફૂટ લાંબો મગર પાંજરે પુરાયો, વન વિભાગ અને ગ્રામજનોએ કર્યું હતું રેસ્ક્યુ

દેણવા ગામમાં 12 ફૂટ લાંબો મગર આવી ચઢતા વન વિભાગ અને ગ્રામજનોએ રેસ્ક્યુ કરીને મહાકાય મગર પાંજરે પુર્યો હતો.

Update: 2022-10-20 07:55 GMT

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દેણવા ગામમાં 12 ફૂટ લાંબો મગર આવી ચઢતા વન વિભાગ અને ગ્રામજનોએ રેસ્ક્યુ કરીને મહાકાય મગર પાંજરે પુર્યો હતો. મળતી માહિતી અનુસાર, આમોદ તાલુકાના દેણવા ગામે પોલ્ટ્રી ફાર્મ પાસે જાહેરમાં આવી ચઢેલા મગરને જોઈ ગામલોકો ભયભીત બની ગયા હતા. જેથી દેણવા ગામના સરપંચે આમોદ વન વિભાગને જાણ કરતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ પરમારની સૂચના મુજબ વન વિભાગના ફોરેસ્ટર વી.બી.પંડ્યા તથા વન રક્ષક વીપીન પરમાર દેણવા ગામે પહોંચી સરપંચ તહતા ગામના આગેવાનો તેમજ ગામલોકોના સહકારથી ભારે જહેમત બાદ મહાકાય 12 ફૂટ લાંબા મગરને રેસ્ક્યુ કરી પાંજરે પુર્યો હતો. આ મગરને આમોદ સામાજિક વનીકરણ રેન્જ ખાતે લાવ્યા બાદ પ્રાકૃતિક વાતાવરણમાં છોડવાની વન વિભાગે તજવીજ હાથ ધરી હતી.

Tags:    

Similar News