ભરૂચ : વાગરાના રહાડ ગામની સીમમાં વીજ કરંટ લાગતાં ગાયનું મોત, GEBની બેદરકારી સામે લોકોમાં રોષ

ગાય ખેતરમાં ખુલ્લા પડેલાં વીજ વાયરના સંપર્કમાં આવી જતાં વીજ કરંટ લાગતાં ગાયનું ઘટના સ્થળે મોત નીપજ્યું

Update: 2022-06-04 08:54 GMT

મળતી માહિતી અનુસાર, ભરૂચના વાગરા તાલુકાના રહાડ ગામે ગતરોજ ગામના એક પશુપાલકના શ્રમિક ઢોર-ધાકળને ઘાસચારો ચરાવવા માટે ગામની સીમમાં નીકળ્યા હતાં, ત્યારે એક ગાય ખેતરમાં ખુલ્લા પડેલાં વીજ વાયરના સંપર્કમાં આવી જતાં વીજ કરંટ લાગતાં ગાયનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ પશુપાલકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ગાયને બચાવવાનો નિરર્થક પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદગામના આગેવાનો એકત્રિત થઈ ગયા હતા જેમાં ગામના જાગૃત યુવા સામજિક કાર્યકર પટેલ ઈમ્તિયાઝ દ્વારા GEB વિભાગને આ અંગેની સંપૂર્ણ માહિતી જણાવતા GEB દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી ગાયની વિધિ અનુસાર દફનવિધિ કરવામાં આવી હતી.

Tags:    

Similar News