ભરૂચ : ઝઘડીયાના ગોવાલી ગામ નજીક અજાણ્યાં વાહનની ટક્કરે દીપડાનું મોત, વન વિભાગ દોડતું થયું...

Update: 2023-12-09 07:32 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામ નજીક અજાણ્યાં વાહને દીપડાને અડફેટ લેતા મોત નીપજ્યું હતું. તો બીજી તરફ, સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય માર્ગ ઉપર વાહની ટક્કરે દીપડાનું મોત થતાં વન વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જંગલ વિસ્તારો ઓછા થતાં હવે શિકારની શોધમાં હિંસક દિપડા ગ્રામ્ય અને શહેરી વિસ્તારો તરફ આવવા માંડ્યા છે. અહીં શેરડી અને ડાંગરના ખેતરો સાથે જ ચીકુ અને આંબાવાડીઓ, નદી અને કોતરો તેઓને રહેવા માટે અનુકૂળ રહી શિકાર પણ સરળતાથી મળી રહેતા ચાલાક દિપડાઓને ખેતર અને વાડીઓ રહેવા માટે માફક આવી રહ્યા છે. ખાસ કરીને ભરૂચ જિલ્લાના વિવિધ ગામોમાં ઘણીવાર દિપડાઓ રસ્તાઓ, હાઇવે માર્ગ તેમજ કોઈના ખેતર કે, ઘરની દિવાલો પર લટાર મારતા જોવા મળી જાય છે. જેથી જંગલમાંથી ખેતરો અને વાડીઓમાં રહેતા ચબરાક દિપડાઓ હવે માનવ વસ્તી સાથે રહેવાનું શીખવા માંડ્યા છે. જે માનવ વસ્તી ધરાવતા વિસ્તાર માટે ખતરારૂપ છે, જ્યારે વન્ય પ્રાણીઓ માટે પણ ખતરારૂપ સાબિત થઈ રહ્યું છે. જેમાં ગતરોજ રાત્રીના સમયે ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામ નજીક રોડ પર લટાર મારતા અજાણ્યા વાહનની અડફેટમાં આવ જતાં એક દીપડો મોતને ભેટ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ આજ વિસ્તારમાં એક બાળ દીપડાનું વાહનની અડફેટે ગંભીર ઇજા પોહોંચતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, ત્યારે હાલ તો વન વિભાગ દ્વારા દીપડાના મૃતદેહનો કબજો મેળવી પીએમ સહિત આગળની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Tags:    

Similar News