ભરૂચ : અકસ્માતોનું કારણ બનેલા આમોદ ધોરીમાર્ગ પરના આછોદ ડિવાઈડરને તંત્ર દ્વારા દૂર કરાયું, વાહનચાલકોને રાહત…

જીલ્લા કલેકટરના આદેશથી જવાબદાર તંત્ર દ્વારા JCBની મદદથી નડતરરૂપ ડિવાઈડરને તોડી નાખવામાં આવ્યું

Update: 2023-05-11 14:44 GMT

ભરૂચ જિલ્લાના આમોદ નગરમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 64 ઉપર આવેલ આછોદ ચોકડી પર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ડિવાઈડર મૂકવામાં આવ્યું હતું. જોકે, છાસવારે થતાં અકસ્માતોના કારણે ભરૂચ જીલ્લા કલેકટરના આદેશથી જવાબદાર તંત્ર દ્વારા JCBની મદદથી નડતરરૂપ ડિવાઈડરને દૂર કરવામાં આવતા વાહનચાલકોએ રાહત અનુભવી હતી.

ભરૂચ જિલ્લાના આમોદ નગરમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 64 ઉપર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આછોદ ચોકડી નજીક ડિવાઈડર મુકવામાં આવ્યું હતું. જે ડિવાઈડર ઉપર રીફલેટિંગ લાઈટ કે, સાઈન બોર્ડ મુકવામાં આવ્યું નહોતું. જેના કારણે રાત્રીના સમયે અનેક વખત ભારદારી તેમજ ફોર વ્હીલ વાહનો ડિવાઈડર નજરે નહીં આવતા વાહનો ડિવાઈડર ઉપર ચઢી જતા હતા.

જેમાં અનેક વાહનચાલકોને લાખો રૂપિયાનું નુકશાન પણ થયું હતું. સમગ્ર મામલે સ્થાનિકોએ હાઇવે ઓથોરિટીને ડિવાઈડર દૂર કરવા લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા સહિત આમોદ મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું. છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નહોતી.

પરંતુ સપ્તાહ અગાઉ આમોદ નગરપાલિકાની મુલાકાતે આવેલા ભરૂચ જીલ્લા કલેકટર તુષાર સુમેરાને નગરજનોએ વાહનચાલકોના હિતમાં ડિવાઈડર હટાવવા માંગ કરી હતી, ત્યારે જીલ્લા કલેકટરના આદેશથી જવાબદાર તંત્ર દ્વારા JCBની મદદથી નડતરરૂપ ડિવાઈડરને તોડી નાખવામાં આવ્યું હતું, ત્યારે તંત્ર દ્વારા ડિવાઈડર તોડી નાખવામાં આવતા વાહનચાલકોએ રાહત અનુભવી હતી.

Tags:    

Similar News