ભરૂચ:6 નગરપાલિકાના ફાયર વિભાગની ભરતી માટે વિકલ્પ મેળો યોજાયો

Update: 2021-10-28 12:10 GMT

ભરુચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે રાજ્યની 6 નગરપાલિકાના ફાયર વિભાગની ભરતી માટેનો વિકલ્પ પસંદગી મેળો યોજાયો હતો..રાજ્યમાં આવેલ જિલ્લાકક્ષાની નગરપાલિકાઓના ફાયર વિભાગમાં છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓની જગ્યા ખાલી હતી જેને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા 21 કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું હતું અને આ માટે પાટણ ખાતે શારીરિક તો મહેસાણા ખાતે લેખિત પરીક્ષા લેવામાં આવી હતી જેમાંઆ પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે..

જે અંતર્ગત ભરુચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે રાજ્યની 6 નગરપાલિકા ભરુચ,રાજપીપળા,વ્યારા,બારડોલી,નવસારી અને વલસાડના ઉમેદવારોનો વિકલ્પ મેળો યોજાયો હતો અહી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતા એક સપ્તાહમાં ઉમેદવારોને નિમણૂક આપવામાં આવશે.વિકલ્પ મેળામાં પસંદગી સમિતિના સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.નગરપાલિકાઓના ફાયર વિભાગની ખાલી જગ્યા ભરાતા હવે રાહત અને બચાવ કામગીરી સુપેરે પાર પાડી શકાશે એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે

Tags:    

Similar News