ભરૂચ:આમોદ નગર પાલિકાની પ્રી-મોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પડી,વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા

આમોદના મારુવાસ વિસ્તારમાં નાના તળાવ પાસે રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી ઉભી થઈ

Update: 2023-06-30 07:32 GMT

ભરૂચના આમોદ નગર સહિત પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે આમોદ નગરપાલિકાની પ્રિ-મોન્સૂનની કામગીરીની વરસાદે પોલ ખુલ્લી પાડી દીધી હતી  ભરૂચના આમોદ નગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં આમોદના મારુવાસ વિસ્તારમાં નાના તળાવ પાસે રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી ઉભી થઈ હતી.નાના તળાવ પાસે એક બાજુ વીજ ટ્રાન્સફોર્મર આવેલું છે તેમજ બીજી બાજુ આંગણવાડી પણ આવેલી છે.જો વીજ કરંટ ઉતરે અને કોઈને જાનહાની થાય તો જવાબદાર કોણ? આ બાબતે જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ પાલિકા શાસકો સામે રોષ વ્યકત કરી જો પાણીના નિકાલની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Tags:    

Similar News