ભરૂચ : તવરા ગામની આંગણવાડી બની અત્યંત જર્જરિત, ગ્રામ પંચાયતની ઓરડીમાં બેસી બાળકો ભણવા મજબૂર...

ભરૂચ તાલુકાના તવરા ગામે આવેલી આંગણવાડીઓ અત્યંત જર્જરિત બનતા બાળકોને ગ્રામ પંચાયતની ઓરડીમાં બેસાડીને આંગણવાડી ચલાવવાની ફરજ પડી રહી છે

Update: 2023-12-14 10:45 GMT

ભરૂચ તાલુકાના તવરા ગામે આવેલી આંગણવાડીઓ અત્યંત જર્જરિત બનતા બાળકોને ગ્રામ પંચાયતની ઓરડીમાં બેસાડીને આંગણવાડી ચલાવવાની ફરજ પડી રહી છે, ત્યારે સરકાર વહેલી તકે નવી આંગણવાડીનું નિર્માણ કરી બાળકોને સુવિધાઓ પૂરી પાડે તેવી આંગણવાડીની મહિલા કર્મચારીઓએ દુહાર લગાવી છે.

દેશમાં વકરેલા બાળ મૃત્યુદર અને પ્રસુતિ દરમિયાન મહિલાઓના થતા મૃત્યુના દરોને ઘટાડવા નગરો, મહાનગરો અને ગામડાઓમાં આંગણવાડીઓ કાર્યરત કરવામાં આવી છે. જે પાછળ સરકાર દ્વારા કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું છે. છતાં સ્વાયત સંસ્થાઓ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કુવહિવટને લઇ સરકારની યોજનાઓ સફળ જતી નથી, ત્યારે ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે આંગણવાડીના અભાવના કારણે બાળકોએ ઝાડ નીચે, ઓટલા પર અથવા તો ગ્રામ પંચાયતની ઓફિસમાં બેસવાનો વારો આવી રહ્યો છે. તવરા ગામમાં આવેલી આંગણવાડીમાં પાણીની પણ સુવિધાથી બાળકો વંચિત રહ્યા છે. જે બાળકોને આંગણવાડીમાં જમવા અને પ્રવૃત્તિ કરવાનાર મહિલા કર્મચારીઓએ આજુબાજુના ઘરોમાંથી પાણી લાવી બાળકોને આપવું પડી રહ્યું છે. હાલ તો જર્જરીત આંગણવાડી હોવાથી 2 વર્ષથી બાળકો ગ્રામ પંચાયતની 10 બાય 10ની એક ઓરડીમાં બાળકો પ્રવૃત્તિ અને જમવાનું પીરસી પોતાની ફરજ નિભાવી રહ્યા છે. નવા તવરા મુકામે આવેલી આંગણવાડીની ગ્રાન્ટ પણ 5 લાખ રૂપિયા મંજૂર થઈ છે. પરંતુ બીજા 3 લાખની ગ્રાન્ટ મંજૂરી ન આવતા 35થી વધુ બાળકોને પાછલા 2 વર્ષથી ઓટલા પર, ઝાડ નીચે અથવા ગ્રામ પંચાયતની 10 બાય 10ની ઓરડીમાં બેસાડી શિક્ષણ સહિતની પ્રવૃત્તિ કરાવામાં આવી રહી છે, ત્યારે સરકાર વહેલી તકે નવી આંગણવાડીનું નિર્માણ કરી બાળકોને સુવિધાઓ પૂરી પાડે તેવી આંગણવાડીની મહિલા કર્મચારીઓએ દુહાર લગાવી રહી છે.

Tags:    

Similar News