ભરૂચ:મનસુખ વસાવાનો વધુ એક લેટર બોમ્બ, નર્મદા જીલ્લામાં મનરેગાનાં કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાતો હોવાના આક્ષેપ

સાંસદ મનસુખ વસાવાએ મનરેગાના ટેન્ડરમાં થતા ભ્રષ્ટાચાર વિશે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી અધિકારીઓ પર આક્ષેપ કરતાં ચકચાર મચી જવા પામી છે.

Update: 2023-05-11 11:27 GMT

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મનરેગાના ટેન્ડરમાં થતા ભ્રષ્ટાચાર વિશે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી અધિકારીઓ પર આક્ષેપ કરતાં ચકચાર મચી જવા પામી છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા ભ્રષ્ટાચાર બાબતે અવારનવાર જાહેરમાં બોલતા રહે છે ત્યારે તેમની શોશ્યલ મીડિયા પોસ્ટનાં કારણે વધુ એક વિવાદ સર્જાયો છે.મનસુખ વસાવાએ મનરેગાના ટેન્ડરમાં થતા ભ્રષ્ટાચાર અંગે સોશ્યલ મીડિયામાં પોસ્ટ લખી છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે વર્ષ 2023 ના માનરેગાના ડેડીયાપાડા, તિલકવાળા અને નાંદોદનું ઓનલાઇન ટેન્ડર મંગાવ્યું હતું.જ્યારે ટેન્ડર ખુલ્યું ત્યારે તાલુકા,જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓના માળતીયાઓની એજન્સીના ટેન્ડર ન લાગતા ટેન્ડર રદ કરવામાં આવ્યા છે.નવી ટેન્ડર પ્રક્રિયામાં માળતીયાઓને અનુકૂળ ગાઈડલાઈન રાખવામાં આવી છે.મનસુખ વસાવાએ વધુમાલખ્યું છે કે કેટલીક એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરોએ એડવાન્સમાં અધિકારીઓને નાણાંકીય વ્યવહાર કરી દીધો છે.આ અંગે તેઓ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે

Tags:    

Similar News