ભરૂચ : મારુતિનગરની ડ્રેનેજ લાઇનમાં ભંગાણ, પાલિકા પ્રત્યે સ્થાનિકોમાં રોષ.

Update: 2021-10-21 10:16 GMT

ભરૂચ શહેરની મારુતિનગર સોસાયટીમાં ડ્રેનેજ લાઇનમાં ભંગાણ સર્જાતા અતિશય દુર્ગંધવાળું પાણી અહીના વિસ્તારમાં ફરી વળ્યું છે, ત્યારે મચ્છરોના વધતાં ઉપદ્રવના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

ભરૂચના ન્યુ આનંદનગર નજીક આવેલ મારુતિનગર સોસાયટીમાં છેલ્લા 2 મહિનાથી પાણીની ડ્રેનેજ લાઈનમાં ભંગાણ સર્જાયું છે, ત્યારે લોકોના ઘર આંગણામાં જ ડ્રેનેજ લાઇનનું દુર્ગંધવાળું ગંદુ પાણી ફરી વળ્યું છે. જેના કારણે મચ્છરોના વધતાં ઉપદ્રવથી સ્થાનિકોમાં બીમારી અને ભયનો માહોલ સર્જાયો છે. સમગ્ર મામલે સ્થાનિકોએ વારંવાર નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. તેમ છતાં આજદિન સુધી પાલિકા દ્વારા સાફ-સફાઈ નહીં કરાતા પાલિકા પ્રત્યે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે વહેલી તકે ડ્રેનેજ લાઇનનું રીપેરીંગ કરી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Tags:    

Similar News