ભરૂચ: અંકલેશ્વરની કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી રૂપિયા 7.50 લાખના કેમિકલ પાઉડરની ચોરી

અંકલેશ્વરની કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી અડધો કલાકમાં જ માનસિક રોગોની દવા બનાવવામાં ઉપયોગમાં લેવાતા 25 કિલો ઓલેનઝેપાઈન પાવડર કિંમત રૂપિયા 7.50 લાખની ચોરી થતા ચકચાર મચી ગઇ છે.

Update: 2021-12-06 08:52 GMT

અંકલેશ્વરની કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી અડધો કલાકમાં જ માનસિક રોગોની દવા બનાવવામાં ઉપયોગમાં લેવાતા 25 કિલો ઓલેનઝેપાઈન પાવડર કિંમત રૂપિયા 7.50 લાખની ચોરી થતા ચકચાર મચી ગઇ છે. અંકલેશ્વર GIDC માં આવેલી કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીના પાવડર પ્રોસેસિંગ એરિયામાં ડ્રમમાં રહેલી 25 કિલોની બેગ ચોરી થયાની ફરિયાદ આસિસ્ટન્ટ જનરલ મેનેજર ચિંતન કૃષ્ણ જીવન શેઠે જીઆઇડીસી પોલીસ મથકે નોંધાવી છે.કંપનીના પી.પી. એરિયામાં 25 કિલો ઓલેનઝેપાઈન પાવડર કિંમત ₹7.50 લાખની બેગ શનિવારે સવારે 6 થી 6.30 ના અરસામાં ગાયબ થઈ ગઈ હતી. કંપનીમાં અનેક શોધખોળ બાદ બીજા રૂમમાંથી માત્ર ખાલી ડ્રમ જ મળી આવ્યું હતું. પીળા સ્ફટિકીય રૂપમાં આવતા ઓલેનઝેપાઈન પાવડરનો ઉપયોગ સ્કિઝોફ્રેનિયા અને બાયપોલર ડિસઓર્ડરની સારવાર માટે યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા દવા બનાવવા મંજુર થયો છે.

Tags:    

Similar News