ભરૂચ:નગરપાલિકામાં ધૂળ ખાતા લાખો રૂપિયાના સફાઈ મશીન, ભાજપ દેખાડો કરતુ હોવાના કોંગ્રેસના આક્ષેપ

સી.એસ.આર ફન્ડમાંથી અદ્યતન સફાઈ મશીન આપવામાં આવ્યા છે.એવા એક નહી પણ ત્રણ ત્રણ મશીન ઉપયોગ નહી થવા કારણે પાલિકામાં ધૂળ ખાઈ રહ્યા

Update: 2023-10-04 11:30 GMT

ભરૂચ શહેરમાં ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો

ધૂળ ખાતા લાખોના સફાઈ મશીન

ભાજપ દેખાડો કરતુ હોવાના કોંગ્રેસના આક્ષેપ

ભરૂચ નગર સેવા સદનને સ્વરછતા માટે મળેલ લાખો રૂપિયાના મશીન ધૂળ ખાય રહ્યા છે ત્યારે વિપક્ષ દ્વારા ભાજપ પર આક્ષેપ કરવામાં આવ્યા છે. સમગ્ર ભરૃચ શહેરમાં ગાંધી જયંતિ નિમિતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે પાલિકાને મળેલ લાખો રૂપિયાના સફાઈ મશીન ધૂળ ખાઈ રહ્યા છે.જે સામે વિપક્ષના નેતાએ પાલિકાના વહીવટ સામે પ્રશ્નાર્થ કરી સ્વચ્છતા અભિયાન જેવા દેખાડા નહી કરવા પાલિકા સત્તાધીશોને સલાહ આપી છે.આ મશીનોનો પ્રજાના ઉપયોગ માટે કરવા જણાવ્યું છે.

ભરૃચ નગર પાલિકાને વિવિધ ઔધોગિક સંકુલો દ્વારા તેઓના સી.એસ.આર ફન્ડમાંથી અદ્યતન સફાઈ મશીન આપવામાં આવ્યા છે.એવા એક નહી પણ ત્રણ ત્રણ મશીન ઉપયોગ નહી થવા કારણે પાલિકામાં ધૂળ ખાઈ રહ્યા છે.જેમાંથી કેટલાક ક્ટાઈ પણ ગયા છે તો કેટલાકના વ્હીલના પણ ઠેકાણા નથી રહ્યા ત્યારે વિપક્ષ દ્વારા ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા છે.

Tags:    

Similar News