ભરૂચ: આમોદના કાંકરિયા બાદ પુરસા ગામે ધર્માંતરણનો મામલો, 5 લોકો સામે ગુનો દાખલ

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામે ધર્માંતરણ સામે આવ્યા બાદ આમોદ તાલુકાના પુરસા ગામે પણ ધર્માંતરણ કરાવવાનું પણ ચાલતો હોવાના પ્રકરણમાં પોલીસે વધુ એક ગુનો દાખલ કરી મોરબી સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Update: 2022-03-17 16:07 GMT

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામે ધર્માંતરણ સામે આવ્યા બાદ આમોદ તાલુકાના પુરસા ગામે પણ ધર્માંતરણ કરાવવાનું પણ ચાલતો હોવાના પ્રકરણમાં પોલીસે વધુ એક ગુનો દાખલ કરી મોરબી સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

ભરૂચ જિલ્લાના કેટલાય મુસ્લિમ કટ્ટરવાદીઓએ હિન્દુ અને મુસ્લીમ ધર્મમાં પરિવર્તન કરવાનું બીડું ઝડપી ગામના મૂળ હિન્દુ છગનભાઈ રયજીભાઈ પરમાર રહે પૂરસાનાઓને કટર વાદીઓ એ ગામ છોડી ભાગી જવા તેમજ અહીંયા રહેવું હોય તો મુસ્લિમ ધર્મ અપનાવવો પડશે તેવી ધમકી આપી હેરાન ગતિ કરતા વધુ એક ધર્માંતરણ કરવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે જેમાં પોલીસે મૌલવી સહિત પાંચ જણાં સામે ગુનો દાખલ કર્યો છે જેમાં મોલવી અબ્દુલ રહીમ હાફેજી પાનવાલા રહે ભોલાવ ભરૂચ, તથા અન્ય સાગરીતોમાં જહાંગીર ગુલામ સરદાર મલેક, ઈમરાન નુર મલેક, ગેમલસંગ ભારતસંગ સિંધા, અનવરખા ઈબ્રાહીમ પઠાણ તમામ રહે આમોદ તાલુકાના પૂરસા ગામ નાઓ સામે પોલીસે ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે

Tags:    

Similar News