ભરૂચ : નગરપાલિકા કચેરીને ગંગાજળથી શુધ્ધ કરવાનો મામલો, કોર્ટે કેસ કર્યો ખારીજ

ભરૂચ નગરપાલિકા કચેરીને ગંગાજળથી શુધ્ધ કરવાના મામલે આરટીઆઇ એકટીવીસ્ટો સામે થયેલા તમામ કેસ ખારીજ કરી દેવાયાં છે....

Update: 2022-03-10 08:41 GMT

ભરૂચ નગરપાલિકા કચેરીને ગંગાજળથી શુધ્ધ કરવાના મામલે આરટીઆઇ એકટીવીસ્ટો સામે થયેલા તમામ કેસ ખારીજ કરી દેવાયાં છે....

ભરૂચ પાલિકામાં ભાજપનું શાસન પૂર્ણ થતા હિન્દુસ્તાન નિર્માણ દળના કાર્યકરો તથા આરટીઆઇ એકટીવીસ્ટોએ નગરપાલિકા કચેરી ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. તારીખ 14મી ડીસેમ્બર 2020ના રોજ આ કાર્યક્રમ અંતર્ગત નગરપાલિકા કચેરીને ગંગાજળથી શુધ્ધ કરવામાં આવી હતી.બનાવની જાણ થતાં પોલીસ કાફલો નગરપાલિકા ખાતે આવી આરટીઆઈ એકટીવીસ્ટોની ધડપકડ કરી ફરીયાદ નોંધવામાં આવી હતી ..જેનો કેસ ભરૂચ કોર્ટમાં 9 મહિના બાદ બોર્ડ પર આવતાની સાથેજ ખારીજ કરી દેવામાં આવ્યાં છે. આમ કોર્ટમાં ભરૂચ નગરપાલિકાની હાર થતાં આરટીઆઇ એકટીવીસ્ટોમાં ખુશીનો માહોલ છે.

Tags:    

Similar News