ભરૂચ : ક્રાઇમ બ્રાન્ચે ઝઘડિયાના માલજીપુરા કેનાલ રોડ પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝઘડિયા તાલુકાના માલજીપુરા કેનાલ રોડ પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Update: 2023-01-07 13:19 GMT

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝઘડિયા તાલુકાના માલજીપુરા કેનાલ રોડ પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ જિલ્લા એલસીબી પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટ‌ ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ સુચનાઓ અન્વયે પ્રોહીબીશન, જુગારના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ તે દરમ્યાન પી.એસ.આઇ. એમ.એમ.રાઠોડ એલ.સી.બી. ભરૂચની ટીમ રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, તે દરમ્યાન નવા માલજીપુરા કેનાલ રોડ ઉપર ત્રણ મોટર સાઇકલ ચાલક પોતાની મોટર સાઈકલ‌ પાછળ પ્લાસ્ટીકના કોથળામાં કંઇક શંકાસ્પદ ભરીને આવતા જણાતા તેને ઉભા રાખવાનો ઇશારો કરતા ત્રણેય બાઇક ચાલક પોતાના બાઇક મુકીને ભાગી ગયેલ, ચકાસણી દરમિયાન મળી આવેલ પ્લાસ્ટીકના કોથળામાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૧૦૫ કિંમત રૂપિયા.૨૫,૮૦૦/- તથા મોટર સાઇકલ નંગ-૩ કિંમત રૂ.૧,૫૫,૦૦૦/- મળી કુલ કિંમત રૂ.૧,૮૦,૮૦૦/- નો મુદામાલ પકડી પાડી ત્રણેય મોટર સાઇકલ ચાલકોને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબીશન એક્ટની સંલગ્ન કલમો મુજબ ભરૂચ એલસીબી એ કાયદેરની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags:    

Similar News