ભરૂચ: નશેમન પાર્કથી જે.બી.મોદી પાર્કનો માર્ગ પુનઃ શરૂ કરવાની માંગ ,સ્થાનિકોએ ઢોલ નગારા સાથે કર્યું વિરોધ પ્રદર્શન

બદર પાર્ક અને નશેમન પાર્ક નજીકથી જે.બી.મોદી પાર્ક તરફ આવતો માર્ગ ખાડો બંધ કરી દેવાતા સ્થાનિકોએ ઢોલ નગારા સાથે નગરપાલિકા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું

Update: 2022-09-12 08:11 GMT

ભરૂચના બદર પાર્ક અને નશેમન પાર્ક નજીકથી જે.બી.મોદી પાર્ક તરફ આવતો માર્ગ ખાડો બંધ કરી દેવાતા સ્થાનિકોએ ઢોલ નગારા સાથે નગરપાલિકા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું

ભરૂચ શહેરના જે.બી.મોદી પાર્કથી બદર પાર્ક અને નશેમન પાર્કને જોડતા માર્ગને નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા જ કાંસની સફાઈ અર્થે ખોદી કાઢી રસ્તો અવર-જવર માટે બંધ કરી દેતા સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો. તો બીજી તરફ વર્ષોથી આ વિસ્તાર સહિતના લોકો આ જ રસ્તાનો ઉપયોગ કરતા હોય તેમ છતાં પાલિકા દ્વારા રસ્તો બંધ કરી દઈ લોકો માટે હાલાકી ઉભી કરવામાં આવી છે. જોકે, આ રસ્તો બંધ કરાતા ત્યાંથી અવર-જવર કરતા હજારો લોકોને કિલોમીટરો ફરીને જવાની નોબત આવી છે, ત્યારે આ રસ્તો ફરીથી પાલિકા વિભાગ કાર્યરત કરે તેવી માંગ સાથે સ્થાનિકો અને કોંગ્રેસનાં નગર સેવકો ઢોલ નગારા સાથે નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો

Tags:    

Similar News