ભરૂચ: દેશમાં કોરોના વેક્સિનેશનમાં 100 કરોડ ડોઝનો રેકોર્ડ બનતા જિલ્લા પંચાયત ખાતે કરાઈ ઉજવણી

ભારતમાં કોરોના વેક્સિનેશનમાં 100 કરોડ ડોઝનો રેકોર્ડ તેમજ ભરૂચ જિલ્લામાં કોવિડ રસીકરણ 11.87 લાખને પાર થતાં ઉજવણી કરાઈ.

Update: 2021-10-21 13:43 GMT

ભારતમાં કોરોના વેક્સિનેશનમાં 100 કરોડ ડોઝનો રેકોર્ડ તેમજ ભરૂચ જિલ્લામાં કોવિડ રસીકરણ 11.87 લાખને પાર થતાં ઉજવણી કરાઈ.

ભારતમાં કોરોના વેક્સિનેશનમાં 100 કરોડ ડોઝનો રેકોર્ડ બનતા તેમજ ભરૂચ જિલ્લામાં કોવિડ રસીકરણ 11.87 લાખને પાર થતાં ભરૂચ જિલ્લા પંચાયત ખાતે ફુગ્ગા ઉડાડી સ્થાનિક કક્ષાએ હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોરોના વોરીયર્સ પણ જોડાયા હતા. આ પ્રસંગે રંગોળી પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.

આ વેળાએ જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન આરતીબેન પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એસ. દુલેરા તેમજ આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News