ભરૂચ : રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરાયું

રાજ્ય સરકારની વિવિધ સરકારી યોજનાઓ હેઠળ સરકારી અનાજના કાર્ડ તેમજ યુવીન કાર્ડનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું

Update: 2021-10-15 11:40 GMT

ભરૂચ શહેર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 6માં વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની ઉપસ્થિતિમાં કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.


ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભો પહોંચાડવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં લાભાર્થીઓને કાર્ડનું વિતરણ કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સરકારની વિવિધ સરકારી યોજનાઓ હેઠળ સરકારી અનાજના કાર્ડ તેમજ યુવીન કાર્ડનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રમુખ સુરભી તમાકુવાલા સહિત સ્થાનિક નગરસેવકો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News