ભરૂચ: ઝઘડિયાના રાજપારડી ખાતેથી અમરનાથ યાત્રાએ જતા શ્રધ્ધાળુઓને આપવામાં આવી વિદાય

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતેથી અમરનાથ યાત્રાએ જતા યાત્રીઓને વિદાયમાન આપવામાં આવ્યું.

Update: 2023-06-28 10:37 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતેથી અમરનાથ યાત્રાએ જતા યાત્રીઓને વિદાયમાન આપવામાં આવ્યું. ઉંડીના દલુભાઇ વસાવા દ્વારા લીલી ઝંડી આપીને યાત્રીઓને વિદાય આપવામાં આવી. ઉપરાંત રાજપારડી ગ્રામ પંચાયતના સદસ્ય નિલેશભાઇ સોલંકી દ્વારા રાજપારડી ઉપરાંત અન્ય ગામોના અમરનાથ યાત્રીઓને પુષ્પ આપી શુભેચ્છા આપવામાં આવી હતી.ભરૂચ નર્મદા જિલ્લાના સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ટ્રાયબલકીંગ ગ્રૂપ તથા જય ભોલે ગ્રુપના સંયુક્ત સહયોગથી ૨૦૨૩ની બાબા અમરનાથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરનાથ યાત્રાએ જતા ભરુચ જિલ્લાના ઝઘડિયા વાલિયા તેમજ નેત્રંગ તાલુકાના યાત્રીઓ રાજપારડીથી બસ દ્વારા કેવડીયા-એકતાનગર જશે ત્યાંથી ટ્રેનમાં અમદાવાદ જઇને ત્યાંથી ટ્રેન દ્વારા જમ્મુ જશે અને ત્યાંથી એમનો અમરનાથ યાત્રાનો પ્રવાસ શરૂ થશે.

Tags:    

Similar News