ભરૂચ : ફાયર વિભાગ દ્વારા અગ્નિશમન સેવા દિવસની ઉજવણી, શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરાય

ભરૂચ શહેર સ્થિત નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા અગ્નિશમન સેવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Update: 2022-04-14 09:46 GMT

ભરૂચ શહેર સ્થિત નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા અગ્નિશમન સેવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ફાયરના જવાનો દ્વારા શહીદોને શ્રધ્ધાંજલી આપી તેઓના સેવા કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા.

વર્ષ 1944માં મુંબઈ ખાતે બ્રિટિશ જહાજમાં આગ લાગતા મુંબઈ ફાયર બ્રિગેડના 66 જવાનોએ દેશહિતમાં પોતાનું બલિદાન આપ્યું હતું. કુદરતી આફતોમાં ફાયરના જવાનો પોતાના જીવની પરવાહ કર્યા વગર ફરજ બજાવે છે, ત્યારે ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનાર નામી-અનામી જવાનોની શહાદતને માન આપવા માટે દર વર્ષે તા. 14મી એપ્રિલના રોજ અગ્નિશમન સેવા દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના જવાનો દ્વારા અગ્નિશમન સેવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા તેમજ પાલિકાના ચીફ ફાયર ઓફિસર સહિતના ફાયર વિભાગના જવાનો દ્વારા શહીદોને શ્રધ્ધાંજલી આપી તેઓના સેવા કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા.

Tags:    

Similar News