ભરૂચ: વાગરાના દેરોલ ખાતે ધી વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશનની પ્રથમ વાર્ષિક સાધારણ સભા યોજાઈ

ભરૂચના દેરોલ ખાતે ધી WBVF બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી લી. ની પ્રથમ વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.

Update: 2022-09-27 10:11 GMT

ભરૂચના દેરોલ ખાતે ધી WBVF બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી લી. ની પ્રથમ વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.સભસદોને શેર સર્ટિફિકેટ અને બેન્ક પાસબુક આપવામાં આવી હતી.

વર્લ્ડ ભરુચી વહોરા ફેડરેશન એ એક સામાજિક સંસ્થા છે.જે આંતરરાષ્ટ્રીય સ્થળે કાર્ય કરી રહી છે.સંસ્થા દ્ધારા સંચાલિત ધી WBVF બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી લી. ભરૂચની સ્થાપના સમાજના સ્તરને ઊંચુ લાવવા કરવામાં આવી છે.જેની પ્રથમ વાર્ષિક સાધારણ સભા દેરોલ ગામે રાખવામાં આવી હતી.મંડળીના પ્રમુખ ઉસ્માન પટેલના હસ્તે ઉપસ્થિત સભાસદોને શેર સર્ટિફિકેટ અને બેન્ક પાસબુક અર્પણ કરવામાં આવી હતી.સૌથી વધુ સભાસદ બનાવનાર કોલવણાના યાકુબ ઉઘરાદારનું ખાસ સન્માન કરવામાં આવ્યુ હતુ.આ તબક્કે ઈકબાલ પાદરવાલા,ઉપ પ્રમુખ ઈંદ્રિશ કાઉજી,સેક્રેટરી રફીક પટેલ,સલીમ અમદાવાદી સહિત સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News