ભરૂચ: જંબુસરના ભડકોદ્રા નજીક મુખ્ય કેનાલમાં ગાબડુ, આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યું

જંબુસરના ભડકોદ્રા નજીક મુખ્ય કેનલમાં ગાબડું પડતા મોટી માત્રામાં પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે.

Update: 2023-01-09 11:07 GMT

ભરૂચના જંબુસરના ભડકોદ્રા નજીક મુખ્ય કેનલમાં ગાબડું પડતા મોટી માત્રામાં પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે

ભરૂચ જિલ્લામાં જાંબુસર તાલુકામાં આવેલ ભડકોદ્રા નજીક મુખ્ય કેનલમાં ગાબડું પડતા મોટી માત્રામાં પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યાં હતા. ખેડૂતો અનુસાર આ વિસ્તાર કઠોળની ખેતી માટે જાણીતો છે. ઉભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે. ખેતરમાં પાણી ફરી વળતા ઉભો પાક નાશ પામવાનો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે. સતત વહેતુ પાણી જમીનને તરબોળ કરી રહ્યું છે તે પણ એ સમયે જયારે પાણીની બિલકુલ જરૂર નથી. ખેડૂતો નહેર વિભાગ દ્વારા તાત્કાલિક નુકસાનીનો સર્વે હાથ ધરાય તેવી માંગ કરી રહ્યા છે.

Tags:    

Similar News