ભરૂચ : ભારદારી વાહનો શહેરમાંથી થશે બાય'પાસ, 3.5 કીમી લાંબો કોરીડોર લેશે આકાર

એબીસી સર્કલ અને શ્રવણ ચોકડી ખાતે ટ્રાફિક સમસ્યા એલિવેટેડ કોરીડોરને સરકારે આપી મંજુરી દહેજ તરફ આવતાં - જતાં વાહનોની સંખ્યા વધી

Update: 2022-01-22 13:53 GMT

ભરૂચ શહેરમાં નર્મદા મૈયા બ્રિજ બાદ 3.5 કીમી લાંબા એલીવેટેડ કોરીડોરનું વધુ એક નજરાણું મળવા જઇ રહયું છે. દહેજ તરફથી આવતાં અને જતાં વાહનોના કારણે શ્રવણ ચોકડી અને એબીસી સર્કલ ખાતે સર્જાતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે રાજય સરકારે અંદાજે 375 કરોડ રૂપિયાના ખર્ચે એલીવેટેડ કોરીડોરને મંજુરીની મ્હોર મારી છે. દહેજ જીઆઇડીસીમાં આવતાં - જતાં ભારદારી વાહનોના કારણે ભરૂચ શહેરની શ્રવણ ચોકડીએ ટ્રાફિકજામની સમસ્યા વિકટ બની છે.

નર્મદા નદી પર બનેલો નર્મદા મૈયા બ્રિજ પણ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકી દેવાયા બાદ એબીસી ચોકડી ખાતે પણ ટ્રાફિક જામ થઇ રહયો છે. અગાઉ રાજય સરકારે શ્રવણ ચોકડી પાસે ફલાયઓવર મંજુર કર્યો હતો પણ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત ભાજપના આગેવાનો અને ચુંટાયેલા પ્રતિનિધિઓએ ભરૂચ શહેરની ટ્રાફિક સમસ્યા અંગે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીને અવગત કરાવ્યાં હતાં. ભવિષ્યના ટ્રાફિકને ધ્યાનમાં રાખી રાજય સરકારે એબીસી ચોકડી અને શ્રવણ ચોકડી ખાતે ટ્રાફિકની સમસ્યાનો હલ આવે તે રીતે જંબુસર ફલાયઓવરના શેરપુરા તરફના છેડાથી એબીસી સર્કલ સુધી આશરે 375 કરોડ રૂપિ્યાના ખર્ચે 3.5 કીમી લાંબા એલિવેટેડ કોરીડોરને મંજુરી આપી છે. આવો જોઇએ ભરૂચના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે શું કહયું ...

Tags:    

Similar News