ભરૂચ: કનગામ ગામના પત્રકારના આબરૂ લૂંટવાના કેસમાં જામીન નામંજૂર કરતી હાઇકોર્ટ

પત્રકારે મિત્ર સાથે ફરિયાદીના ઘરે પહોંચી તેણીના કપડા ઉતારવા અને આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો હોય તેવી ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાઈ હતી

Update: 2024-03-13 15:45 GMT

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કનગામ ખાતે મહિલાની આબરૂ લૂંટવાના પ્રયાસમાં એક બની બેઠેલા પત્રકાર ઉપર ગંભીર પ્રકારનો ગુનો દાખલ થયો હતો જેના જામીન મંજૂર કરવા માટે હાઇકોર્ટમાં પોતા હાઇકોર્ટે પણ જામીન અરજી ફગાવી હોવાના અહેવાલો સામે આવતા બની બેઠેલા પત્રકારોમાં પણ ખળભળાટ મચી ગયો છે.ભરૂચ જિલ્લામાં સવાર થતા જ નવા પત્રકારો આઈકાર્ડ અને ગાડી ઉપર પ્રેસ લખી નીકળી પડતા હોય છે તેવા પત્રકારો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. 

જેમાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કનગામ ખાતે પત્રકારે મિત્ર સાથે ફરિયાદીના ઘરે પહોંચી તેણીના કપડા ઉતારવા અને આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો હોય તેવી ગંભીર પ્રકારની ફરિયાદ કાવી પોલીસ મથકમાં નોંધાઈ હતી જે પ્રકરણમાં મહિલા પીએસઆઇ વૈશાલી આહીરે ગણતરીના કલાકોમાં જ પત્રકાર અને તેના સાગરીતને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો અને તે દરમિયાન તેણે જામીન જંબુસર કોર્ટ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ બાદ હાઇકોર્ટમાં પણ રજૂ કર્યા હતા પરંતુ હાઇકોર્ટે જામીન અરજી ફગાવી ના મંજૂર કરતા બની બેઠેલા પત્રકારોમાં પણ ખળભળાટ મચી ગયો છે.અત્રે ઉલ્લેખની એ બાબત એ પણ છે કે ભરૂચ જિલ્લામાં સવાર થતાં જ કઈ જગ્યાએથી રોકડી થશે તેવા આશ્રયથી પોતાની ગાડી ઉપર પ્રેસનું લખાણ લખી પત્રકાર હોવાનો રોફ જાડવા નીકળી પડતા લોકોમાં ફફડાટ મચી ગયો છે

Tags:    

Similar News