ભરૂચ: જંબુસરના કલક ગામે રોગના પગેલે 15 ઉપરાંત પશુના મોત

Update: 2021-09-28 12:08 GMT

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા કલક ગામે પશુઓમાં ફાટી નીકળેલા રોગચાળાને કારણે 15થી વધુ પશુઓના મોત થયા છે. કલક ગામમાં નવાપુરા વિસ્તારના પશુપાલકોના મોગામુલા પશુઓમાં રોગચાળો ફાટી નીકળતા પશુને ગળું ફૂલવું, શ્વાસ રૂઢાવવું અને બાદમાં પશુ મરણ પામે છે. જોકે, અચાનક કલક ગામે આ રોગચાળો ફાટી નીકળતા પશુપાલકોમાં ચિંતાના જોવા મળી રહી છે. છેલ્લા બે ત્રણ દિવસ થી આ રોગના કારણે અંદાજિત 15 ઉપરાંત ગાય અને ભેંસ મરણ પામ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 10વર્ષ ઉપરાંતથી ગામમાં પશુ ચિકિત્સાલય હોવા છતાંય ન ધણીયાતું બનેલું પશુ દવાખાનું શોભાના ગાંઠિયા સમાન જણાઈ રહ્યું છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર પશુ દવાખાનામાં કોઈ ડોક્ટર ફરજ પર હાજર રહેતા નથી કે ગામની મુલાકાતે પણ આવતા નથી. બે-ત્રણ દિવસથી પશુ મરવાના બનાવો બનતા ગ્રામજનોમાં રોષ ફેલાયેલો જોવા મળે છે. તંત્ર દ્વારા વહેલી તકે કલક ગામમાં પશુ ડોક્ટર મુકવામાં આવે તેવી ગ્રામજનોની માંગ કરી રહ્યા છે.

Tags:    

Similar News