ભરૂચ : જંબુસરમાં ખુલ્લી ગટર-કાંસમાં લોકો સહિત પશુઓ ખાબકવાના બનાવમાં વધારો, પાલિકા પ્રત્યે નગરજનોમાં રોષ..!

ગટરમાં પડી જતા જ આધેડે બૂમરાડ કરતા આજુબાજુના રહીશોએ આધેડને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ લોકોએ સ્વચ્છ પાણીથી આધેડને સાફ પણ કર્યા હતા.

Update: 2023-04-02 10:01 GMT

ભરૂચ જિલ્લાના જંબુસરનગરમાં સમારકામની રાહ જોતી ખુલ્લી ગટરોમાં લોકો સહિત પશુઓ પણ ખાબકી રહ્યા છે, ત્યારે જંબુસર નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવતા પાલિકા પ્રત્યે નગરજનોમાં રોષ જોવા મળ્યો છે. ભરૂચ જિલ્લાના જંબુસરનગરમાં ખુલ્લી ગટરો જાણે લોકો માટે માથાના દુખાવા સમાન બની હોય તેમ એક બાદ એક દુર્ઘટના સામે આવી રહી છે. તેવામાં તાડિયા હનુમાન નજીક ખુલ્લી ગટર અને કાંસ ઉપર ઢાંકણા ન હોવાથી એક આધેડ વયનો વ્યક્તિ ગટરમાં પડ્યો હતો. ગટરમાં પડી જતા જ આધેડે બૂમરાડ કરતા આજુબાજુના રહીશોએ આધેડને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ લોકોએ સ્વચ્છ પાણીથી આધેડને સાફ પણ કર્યા હતા.

તો બીજી તરફ, થોડા દિવસ અગાઉ નેશનલ પાર્ક નજીક પણ ખુલ્લી કાંસમાં એક ગાય પડી ગઈ હતી. ખુલ્લી કાંસમાં ગાય ખાબકતાં ભારે હાજેમત સાથે લોકોએ ગાયને બહાર કાઢી હોવાનું પણ જાણવા મળ્યું છે. અવારનવાર જંબુસર નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવતા નગરજનોમાં પાલિકા પ્રત્યે રોષ જોવા મળ્યો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, જંબુસરના કેટલાક વિસ્તારમાં લોકોના જીવના જોખમ સમાન બનેલી ખુલ્લી ગટરોનું સમારકાર કરી ઢાંકણા લાગડાવમાં આવે તે માટે પાલિકાના સત્તાધીસોને વારંવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં કોઈ યોગ્ય કામગીરી નહીં થતાં રહીશોમાં આક્રોશ ફેલાયો છે. જોકે, હવે વહેલી તકે સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Tags:    

Similar News