ભરૂચ: ઝઘડિયાના બેજવાબદાર ઉદ્યોગ દ્વારા રસાયણ યુક્ત પાણીનો વરસાદી કાંસમાં નિકાલ

Update: 2021-08-05 12:13 GMT

ઝઘડિયા જીઆઇડીસીની આરતી ચોકડી નજીક યુપીએલ કંપનીની બાજુની વરસાદી પાણીના નિકાલની કાંસમાં લીલા કલરનું કેમીકલયુક્ત પાણી નજરે પડયુ હતુ. ઝઘડિયા જીઆઇડીસીની બેજવાબદાર કંપનીઓ દ્વારા વારંવાર વરસાદી કાસમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે જેથી આજુબાજુના ગામના ખેડુતોના ખેતરમાં પાકને નુકશાન થાય છે.


જીપીસીબીને જાણ કરતાં જીપીસીબી દ્વારા પાણીના સેમ્પલ પણ લેવામાં આવે છે પરંતુ આ સમસ્યાનું કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી અને વારંવાર આ કંપનીઓ દ્વારા વરસાદી કાસમાં કેમિકલ યુકત પાણી છોડીને ખેડુતોના પાકને નુકશાન પહોચાડવામાં આવે છે। કેટલીક કંપનીઓ દ્વારા વરસાદનો લાભ લઈ કાસમાં કેમિકલ યુક્ત ગંદુ પાણી છોડવામાં આવે છે પરંતુ ઘણા સમયથી વરસાદ પડ્યો નથી જેથી આજરોજ વરસાદી કાંસમાં છોડાયેલા કેમિકલયુક્ત પાણીથી તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે ત્યારે તંત્ર આવા બેજવાબદાર ઉદ્યોગો સામે પગલાં ભારે એવી માંગ ઉઠી રહી છે.

Tags:    

Similar News